Tapi (Songadh) : સોનગઢ તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી યુસુફ ગામીતે વૃક્ષારોપણ કરી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો.

SB KHERGAM
0

   Tapi (Songadh) : સોનગઢ તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી યુસુફ ગામીતે વૃક્ષારોપણ કરી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો.


તાપી જિલ્લાના સોનગઢ તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી તથા આદિવાસી સમાજના અગ્રણી આગેવાન યુસુફ ગામીતે વૃક્ષારોપણ કરી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો.  2500 જેટલાં વૃક્ષોનું વાવેતર કરી તેમણે વૃક્ષોનું મહત્વ સમજાવવા માટે અનોખી પહેલ કરી હતી.  આજે વૈશ્વિક તાપમાનમાં દિવસે ને દિવસે વધારો થતો રહે છે. જેથી વિવિધ કુદરતી આફતો આપણી સમક્ષ આવીને ઊભી રહે છે. આજે વિવિધ ભૌતિક વિકાસના નામે આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા છે. જેના બદલે વૃક્ષોનું વાવેતર બહુ ઓછા પ્રમાણમાં થઈ રહ્યું છે. યુસુફ ગામિત એક આદિવાસી પરિવારમાંથી આવે છે. આદિવાસી પરિવાર પ્રકૃતિ પૂજક હોય તેઓ વૃક્ષોનું મહત્વ સમાજ જીવન માટે કેટલું મહત્વનું છે. તે તેમણે વૃક્ષારોપણ કરી સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હતાં.






Post a Comment

0Comments
Post a Comment (0)